ખાવાની, પાણીની કે સ્નાનની પણ પરવાનગી નહીં, કેન્યાની જેલમાં વસુંધરા ઓસ્વાલની અગ્નિપરીક્ષા

ખાવાની, પાણીની કે સ્નાનની પણ પરવાનગી નહીં, કેન્યાની જેલમાં વસુંધરા ઓસ્વાલની અગ્નિપરીક્ષા

ખાવાની, પાણીની કે સ્નાનની પણ પરવાનગી નહીં, કેન્યાની જેલમાં વસુંધરા ઓસ્વાલની અગ્નિપરીક્ષા

Blog Article

યુગાન્ડામાં પિતાના ભૂતપૂર્વ કર્મચારીના અપહરણ અને હત્યાના ખોટા આરોપમાં જેલમાં બંધ કરાયેલી ભારતીય મૂળના અબજોપતિ પંકજ ઓસ્વાલની પુત્રી વસુંધરા આસ્વાલે દાવો કર્યો હતો કે તેની ત્રણ સપ્તાહની જેલની અગ્નિપરીક્ષા માનવ અધિકારોનું ઘોર ઉલ્લંઘન હતું.

26 વર્ષીય વસુંધરા પર ગયા વર્ષે તેના પિતા પંકજ ઓસ્વાલના ભૂતપૂર્વ કર્મચારી મુકેશ મેનારિયાના અપહરણ અને હત્યાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પછી આ કર્મચારી તાન્ઝાનિયામાં જીવતો મળી આવ્યો હતો.વસુંધરાની 1 ઓક્ટોબર, 2024એ ધરપકડ કરાઈ હતી અને 21 ઓક્ટોબરે જામીન મળ્યાં હતાં.

શુક્રવારે એક ન્યૂઝ એજન્સીને વસુંધરાએ કહ્યું હતું કે મને પાંચ દિવસ માટે અટકાયતમાં રાખવામાં આવી હતી અને બીજા બે અઠવાડિયા માટે જેલમાં ધકેલી દેવામાં આવી હતી. મારા માનવ અધિકારોનું ઘોર ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તેઓએ મને સ્નાન કરવા ન દીધું અને મને ખોરાક અને પાણી આપવાનો ઇનકાર કર્યો હતો. મારા માટે ભોજન, પાણી અને પાયાની જરૂરિયાતોની વ્યવસ્થા કરવા માટે મારા માતાપિતાએ વકીલો મારફત પોલીસને લાંચ આપવી પડી હતી. તેને અમુક પ્રકારની સજા તરીકે વોશરૂમનો ઉપયોગ કરવાની પણ મંજૂરી ન હતી.

પોલીસે વોરંટ વગર તેના પરિસરની તપાસ કરી હોવાનો દાવો કરીને વસુંધરાએ જણાવ્યું હતું કે મેં સર્ચ વોરંટ રજૂ કરવા કહ્યું ત્યારે પોલીસે જણાવ્યું હતું કે અમે યુગાન્ડામાં છીએ, અમે કંઈપણ કરી શકીએ છીએ, તમે હવે યુરોપમાં નથી. આ પછી તેઓએ મને તેમના ડાયરેક્ટરને મળવાના બહાને હેઠળ તેમની સાથે ઈન્ટરપોલમાં જવા દબાણ કર્યું હતું. હું તે જ દિવસે તે કરવા માંગતી ન હતી, ત્યારે એક પુરુષ અધિકારીએ મને ઉપાડીને તેમની વાનમાં ફેંકી દીધી હતી. તેને ફોજદારી વકીલ વગર નિવેદન આપવાની ફરજ પડી હતી.

વસુંધરાએ નિવેદન આપ્યા પછી તેને સેલમાં અટકાયતમાં લેવામાં આવી હતી અને તેને 30,000 ડોલરચૂકવવા અને પોલીસ બોન્ડ માટે તેનો પાસપોર્ટ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું. જોકે તેને દાવો કર્યો હતો કે જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા છતાં, તેને પોલીસ બોન્ડ મળ્યા ન હતા અને તેને સેલમાં પાછી ધકેલી દેવામાં આવી હતી.

વસુંધરાએ આક્ષેપ કર્યો હતો કે કોર્ટમાંથી બિનશરતી મુક્તિનો આદેશ મળ્યા પછી પણ તેને 72 કલાક સુધી ગેરકાયદેસર રીતે અટકાયતમાં રખાઈ હતી. આ પછી તેને પર અપહરણ અને હત્યાના પ્રયાસનો આરોપ મૂકાયો હતો. શરૂઆતમાં તેને નાના ગુનાઓ માટે ધરપકડ કરાયેલ આરોપીઓ માટેની જેલમાં રાખવામાં આવી હતી અને આ પછી દોષિત હત્યારાઓ અને માનવ તસ્કરો માટેની જેલમાં રખાઈ હતી.

વસુંધરાએ પછીના બે અઠવાડિયા નાકાસોંગોલા જેલમાં ગાળ્યા હતાં. પોલીસને જાણવા મળ્યું કે તે માણસ (મેનારિયા) જીવતો હતો, ત્યારે પણ પોલીસે તેને જેલમાં રાખી હતી.

 

Report this page